મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજ રોજ મોરબી આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટર વોર શરુ કરવામાં આવી છે. જેમાં મોરબીના દબંગ નેતાને સૌથી વધુ ભ્રષ્ટાચારી ગણાવી આપ દ્વારા મોરબીની હાલત વિશે પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે.
મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ આપ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે. અને મોરબીની હાલત વિશે પોસ્ટર વાયરલ કરી છે. જેમાં તેમના દ્વારા મોરબીના દબંગ નેતાને સૌથી વધુ ભ્રષ્ટાચારી અને ગુજરાતમાં સૌથી વધુ જમીન કૌભાંડ કરનારા ગણાવવામાં આવ્યા છે. જો કે, વાયરલ કરેલ પોસ્ટમાં મોરબીના દબંગ નેતાનું નામ સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કોંગ્રેસ આગેવાનોને નજરકેદ કરી લેવાયા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટર વાયરલ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ છે.