વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવમાં વાંકાનેરના ધમલપર-૨ માં રહેતા સલીમભાઇ વલીમામદભાઇ મુરડે ઉવ.૩૮ ગઈકાલ તા.૨૫/૦૩ના રોજ લુણસરીયા ફાટક પાસે આવેલ પેટ્રોલપંપ નજીક બાઇક લઈને પસાર થતા હોય તે દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા, સલીમભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.