માળીયા(મી) તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઇ હારુનભાઇ કમોરા ઉવ.૪૦એ ગઈકાલ તા.૨૫/૦૩ના રોજ ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં મૃતક કાદરભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય ત્યારે માનસિક બિમારી સબબ કંટાળી જઇ, પોતાના ઘરે રુમનો દરવાજો બંધ કરી છતના પતરાના લોખંડના પાઇપ સાથે દરડુ બાંઘી ગળેટુપો ખાઇ લેતા તેના સગા-સંબંધી તેઓને માળીયા(મી) સરકારી હોસ્પીટલ ખાતે સારવારમા લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે કાદરભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.