મોરબી સિરામિક એસોસિએશનના ત્રણ ડિવિઝનમાં નવા પ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. આ ત્રણેય ડિવિઝનના વર્તમાન પ્રમુખોની મુદત માર્ચ મહિનામાં પૂરી થતી હોવાથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોરબી સિરામિક એસોસિએશનમાં વિટ્રીફાઇડ ડીવીજનમાં પ્રમુખ તરીકે મનોજભાઇ એરવાડીયાની બીનહરીફ વરણી નિમણૂંક થઇ છે. જયારે ઉપ પ્રમુખ તરીકે અનિલભાઇ વડાવિયા તથા સુરેશભાઈ સરડવા બીનહરીફ વિજેતા થયા છે.