મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે મોરબી પધાર્યા હતા. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મોરબીની મુલાકાત લઈને વિકાસકાર્યોના લોકાપર્ણ અને ખાતમુર્હત કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ મોરબીને વધુ એક ભેટ આપી છે. મોરબી જિલ્લામાં બેલા – ખોખરા હનુમાન મંદિર – ભરતનગર રોડને 7 મીટર પહોળાઈમાં RCC રોડ બનાવવાની જાહેરાત કરી છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી મોરબીવાસીઓને વધુ એક મોટી ભેટ આપી છે. ટ્વિટ કરતા મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, :”મોરબી જિલ્લામાં બેલા–ખોખરા હનુમાન મંદિર–ભરતનગર રોડને 7 મીટર પહોળાઈમાં RCC રોડ કરવા તેમજ જરૂરી નવા સ્ટ્રક્ચર, બ્રીજ વગેરેના નિર્માણ માટે રૂ.30 કરોડની મંજૂરી આપી છે. આ રસ્તો નૅશનલ હાઈવે તથા મોરબી જેતપર સ્ટેટ હાઈવેને જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે. માર્ગ વિકાસની આ કામગીરીના લીધે ખોખરા હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ તથા આ રોડ ઉપર આવેલ આશરે 150 જેટલા ઔધોગિક એકમોને ફાયદો થશે.