મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમ્યાન સોમવારે સવારે મોરબી સેવાસદન ખાતે કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક આગેવાનો – કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બાબતનું સમાધાન થઈ ગયા બાદ વોર્ડ નંબર એકના કોંગ્રેસ આગેવાનના ઘેર જઈ જાહેરમાં ઘાતક હથિયારોથી હિચકારો હુમલો કરાયો હતો. આ હુમલામાં આઠ નામ ખુલ્યા હતા. જે પૈકી 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
કોંગી અગ્રણીના ઘર ઉપર ઘાતક હથિયાર સાથે હુમલો કરવા પ્રકરણમાં ઇજાગ્રસ્ત હરિભાઈ લાડવાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ઇમરાન જેડા, દેવાભાઈ અવાડિયાનો ભત્રીજો વિપુલ અવાડિયા, રફીક જામ, અસલમ શેખ, કાનભા ગઢવી, જુનેદ ઉર્ફે લાલાને પોલીસે ઝડપી લીધા છે. જો કે બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા છએ છ આરોપીના કોવિડ ટેસ્ટ કરાયા બાદ તમામની વિસ્તૃત પૂછપરછ હાથ ધરવામાં આવશે આજે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પત્રકાર પરિષદ યોજી ગુન્હેગારો ઝડપાયાની વિગતો જાહેર કરી હતી.