દેશમાં સિરામિક હબ તરીકે ગુજરાતનું મોરબી સૌથી વધુ પ્રખ્યાત છે.ત્યારે સિરામિક ઉદ્યોગમાં વેપારીઓના અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.જેના નિરાકરણ માટે મોરબી સિરામિક એસોસિયેશન બનાવવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિભાગો બનાવવામાં આવેલા છે. જેમાં આજેરોજ મોરબી સિરામિક એસોસિએશનમાં સેનેટરીવેર ડીવીઝનમાં પ્રમુખ તરીકે અજયભાઈ મારવાણિયાની સર્વસંમતીથી વરણી કરવામાં આવી છે.