Sunday, November 24, 2024
HomeGujaratસ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ચુંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ રૂ. 5.64...

સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ચુંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ રૂ. 5.64 લાખનો 1880 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો : એક આરોપીની અટકાયત, અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યા ; રો મટીરીયલ ની આડમાં ઘુસાડવામાં આવતો હતો વિદેશી દારૂ.

મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાંથી સિરામિકમાં વપરાતાં રો મટીરીયલ ચાઇના કલે (માટી) નીચે છુપાવી રાખેલ અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1880 (કી.રૂ. 5,64,000) તથા ટ્રક, મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ કી.રૂ. 15,69,000 ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવતા સ્થાનિક પોલીસ પર સવાલો ખડા થયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલ.સી.બી. ટીમ ગઇકાલે નાઇટ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. બન્ને મેઘપર ઝાલા, તા.ટંકારા) તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા (રહે ખીડોઇ કચ્છ)એ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નંબર RJ-21-GA-2577 માં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી ઉતારવાના છે જેમાં
એલસીબી ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામથી બંગાવડી તરફ જતા કાચા રસ્તે સીમમાં દરોડો પાડતા ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ- 1880 (કી.રૂ. 5,64,000) ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન 1 અને ટ્રક મળી કુલ કી.રૂ. 15,69,000/- ના મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં પોલીસને રેઇડ દરમિયાન એક આરોપી સંતકુમાર રામુ રામ બીકનોઇ (રહે પોલાસ વીશનોઇયાન, તા.દેગાના, જી.નાગોર (રાજસ્થાન))ને પકડી પાડયો છે. તેમજ આ કેસમાં અન્ય ચાર આરોપીઓ બલદેવરામ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા, રવિરાજસિંહ અમરસંગ કલા, યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજાનું નામ ખૂલ્યું છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ મોરબી એલ.સી.બી.એ ગુનો રજીસ્ટર કરાવેલ છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ આવડો મોટો જથ્થો ટંકારા પંથકમાં થી પકડાતા સ્થાનિક પોલીસ પોલીસ કેમ અંધારા માં રહી એ પણ મોટો સવાલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!