ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલનભાઇ દિનેશભાઇ પરમાર ઉવ.૨૫ એ ગઈકાલ તા.૨૮ મી માર્ચના રોજ કોઈ અકળ કારણોસર ઘુનડા(ખા) ગામે આવેલ તળાવની પાળે જંતુનાશક ઝેરી દવા પી લઈને આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે યુવકની લાશનું ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવતા ઝેરી દવાને કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું હતું, હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી, યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કર્યા સહિતની તપાસની તજવીજ શરૂ કરી છે.