મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર થ્રિલ ચિલ સામે સેવન સ્ટાર તથા રવાપર રોડ સ્થિત ધ ઓરીયો સ્પા મસાજ પાર્લરમાં કામ કરતા આંતરરાજ્યના કર્મચારીની માહિતી સંબંધિત પોલીસ મથકમાં ન આપતા સ્પા-સંચાલક સામે ગુનો નોંધી સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા કલેક્ટરના પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસંધાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શહેરના અલગ અલગ સ્પા પાર્લરમાં ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ થ્રિલ ચિલની સામે સેવન-સ્ટાર સ્પા મસાજ પાર્લરમાં તથા રવાપર રોડ ઉપર ધ ઓરીયો સ્પા પાર્લરમાં તપાસ દરમિયાન, સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓના આધાર કાર્ડ કે નામ સરનામાના પુરાવા કે કર્મચારીઓ અંગે સંબંધિત પોલીસ મથકમાં જાણ નહિ કરી હોવાની વિગતો સામે આવી હતી, જેથી આરોપી સેવન સ્ટાર સ્પા સંચાલક મુસ્તાકભાઈ માંડકીયા ઉવ.૪૧ રહે.ટંકારા પોલીસ લાઇન બાજુમાં તેમજ ધ ઓરીયો સ્પા પાર્લર સંચાલક પરીમલ ગોપાલભાઈ વાઘેલા ઉવ.૨૮ હાલ રહે.રવાપર રોડ ઓમકાર રેસીડન્સી મૂળ સુરેન્દ્રનગર જોરાવર નગર વાળાની સામે જાહેરનામાના ભંગ અંગેની બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.