Saturday, April 5, 2025
HomeGujaratમાળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર એસટી બસ ડમ્પરના પાછળના ભાગે અથડાઈ, ચાલક સહિત બે...

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર એસટી બસ ડમ્પરના પાછળના ભાગે અથડાઈ, ચાલક સહિત બે ઘાયલ

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર આરામ હોટલ સામે એસટી બસના ચાલકે આગળ જતાં ડમ્પરના ઠાઠામાં બસ અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એસટી બસ ચાલક તેમજ એક મુસાફર સહિત બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી, ત્યારે એસટી કંડકટરની ફરિયાદને આધારે એસટી બસના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જીલ્લાના ડોકવા બારીયા ફળીયુંના રહેવાસી જગતસિંહ ઉદેસિંહ મકવાણા ઉવ.૫૫ કે જેઓ એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે, તેમણે આરોપી એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૧૨૯૬ના ચાલક કનુભાઇ ભીમાભાઇ બારીયા રહે.હડપ મોરવા તા.મોરવા જી.પંચમહાલ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૨/૦૪ની મોડીરાત્રીએ આરોપીએ પોતાના હવાલાવાળી એસ.ટી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી કચ્છ તરફ આરામ હોટલ સામે આગળ જતા અજાણ્યા ડમ્પરના પાછળ ઠાઠાની સાઇડે બસનો ખાલી સાઇડનો ભાગ ભટકાડી દેતા, બસમાં બેઠેલ મુસાફર પૈકી કૈલાશભાઇ મકનભાઇ પરમારને દાઢીના ભાગે સામાન્ય ઇજા તથા આરોપી બસ ચાલકને જમણા પગે એડીના ભાગે ઇજા થતા પાંચ ટાકા આવેલ તથા પેટના ભાગે મુઢ ઇજા તથા ડાબી આખ ઉપરના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી, હાલ આરોપી એસટી બસ ચાલક ઇજાગ્રસ્ત હોય જેથી માળીયા(મી)પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!