માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામે સુરાપુરા દાદાના મંદિર પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગારની મહેફિલ ઉપર માળીયા(મી) પોલીસ દ્વારા રેઇડ પાડવામાં આખી હતી ત્યારે રેઇડ દરમિયાન નાસભાગ મચી જવા પામતા જુગાર રમી રહેલા ૭ પૈકી એક ઈસમ ભાગી છૂટ્યો હસતો જ્યારે છ જુગારી પોલીસ ઝપટે ચડ્યા હતા, જેમાં કીશોરભાઇ મગનભાઇ ખંડોલા ઉવ.૩૪ રહે. મોટી બરાર, પ્રભાતભાઇ મેણંદભાઇ ડાંગર ઉવ ૬૧ રહે.જશાપર તા. માળીયા(મી), દેવદાનભાઇ નરસંગભાઇ કાનગડ ઉવ-૬૨ રહે. જશાપર, પરબતભાઇ ખીમાભાઇ ચાવડા ઉવ ૭૬ રહે.મોટીબરાર, એભલભાઇ ભવાનભાઇ ડાંગર ઉવ.૫૯ રહે. મોટીબરાર તથા ગોરધનભાઇ શામજી બોરીચા ઉવ.૬૪ રહે. મોટીબરાર વાળાને રોકડા ૬,૩૮૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી મહેશભાઇ ડાંગર રહે.મોટી બરાર ગામવાળો નાસી જતા, પોલીસે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, નાસી ગયેલ આરોપીને પકડી લેવા તપાસ હાથ ધરી છે.