મોરબી શહેરના બાયપાસ નજીક નવલખી ફાટક ઓવરબ્રિઝ નીચેથી વિદેશી દારૂની બે નંગ બોટલ કિ.રૂ.૧,૨૦૦/- પેન્ટના નેફામાં લઈને જઈ રહેલા આરોપી રાહુલ ઉર્ફે ધુમો કાંતિલાલ સરવૈયા ઉવ.૧૯ રહે.સેન્ટમેરી સ્કૂલ નવલખી રોડ વાળાની સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.