Saturday, April 5, 2025
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં ચાલતી જુગારની મીની કલબ ઝડપાઇ:રોકડા ૭.૫૮ લાખ...

હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં ચાલતી જુગારની મીની કલબ ઝડપાઇ:રોકડા ૭.૫૮ લાખ સાથે નવ જુગારી ઝડપાયા

ડીવાયએસપી અને પીઆઇ સહિતની ટીમ દ્વારા રેઇડ કરી એક કાર સહિત ૯.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત,વાડી-માલીક હાજર નહિ મળી આવતા કુલ ૧૦ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા ઉપર નાયબ પોલીસ અધિક્ષક તથા હળવદ પીઆઇ સહિતની પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રેઇડ દરમિયાન જુગાર રમતા ૯ જુગારીને રોકડા ૭.૫૮ લાખ તથા એક કાર સહિત ૯.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે વાડી-માલીક સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે કુલ ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસને બાતમી મળેલ કે તાલુકાના ઘનશ્યામગઢ ગામે બચુભાઇ જીવરાજભાઈ સંઘાણીની વાડીની ઓરડીમાં અમુક ઈસમો જુગાર રમતા હોય જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત વાડીએ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડા સહિતની પોલીસ ટીમ સાથે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ ૯ જુગારીને દબોચી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ આરોપીઓમાં નીતેશભાઇ રતીલાલભાઈ આદ્રોજા રહે.ફલેટ નં ૮ બ્લોક નં ૬ નંદની એપાર્ટ સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર મોરબી-૨, શંકરભાઇ બેચરભાઇ લોરીયા રહે. ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ, દિલીપભાઇ ઉર્ફે અમુભાઇ કરશનભાઇ વામજા રહે.ગામ રણમલપુર તા.હળવદ, કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા રહે.ગામ જીવા તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, મુકેશભાઇ બાબુભાઇ થળોદા રહે.ગામ રણમલપુર તા.હળવદ, મુકેશભાઇ ગોરધનભાઈ કૈલા રહે.ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ, રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ રહે.ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, સુરૂભા હનુભા ચૌહાણ રહે.ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા હરેશભાઈ અગરસંગભાઈ પરમાર રહે.સરા તા-મુળી જી-સુરેંદ્રનગર વાળાને રોકડા ૭,૫૮,૫૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા, પોલીસે સ્થળ ઉપરથી એક વેગનઆર કાર રજી.નં. જીજે-૩૬-આર-૮૮૯૩ કિ.રૂ.૨ લાખ સહિત ૯,૫૮,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન વાડી માલીક આરોપી બચુભાઇ જીવરાજભાઈ સંઘાણી રહે.નવા ઘનશ્યામગઢ તા.હળવદ વાળા હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી, હાજર નહિ મળી આવેલ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!