ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકાવવા રાજ્ય સરકારે ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીફૂટ રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મોરબી મનપાને ૬૭ લાખની કિંમતનું આધુનિક મશીન આપવામાં આવ્યું છે. જેથી આધુનિક રોબોટ મશીન દ્વારા ભૂગર્ભ સફાઈ થશે.
હવે રાજ્ય સરકારે ટેકનોલોજીના ઉપયોગ થકી ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીક્ટ રોબોટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત મોરબીમાં હવે આધુનિક રોબોટ મશીન દ્વારા ભૂગર્ભ સફાઈ થશે. મોરબી મનપાને ૬૭ લાખની કિંમતનું આધુનિક મશીન મળ્યું છે. લેટેસ્ટ ટેકનોલોજી સાથે સુવિધાઓથી સજ્જ મશીનથી ભૂગર્ભ સફાઈ કરવામાં આવશે. ભૂગર્ભનો વેસ્ટ પણ ઓટોમેટિક આ મશીનના બેકેટમાં જ સમાઈ જશે. તેમજ ભૂગર્ભ સાફ કર્યા બાદ રોડ પર વેસ્ટનો ઢગલો કરવામાં નહીં આવે. ત્યારે આ આધુનિક રોબોટ મશીન આપવા બદલ મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરે એ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.