માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામની સીમમાં આઈઓસી પેટ્રોલપંપ પાછળ બાવળની કાંટમાં રાખેલ વિદેશી દારૂની ૭૨ બોટલનો જથ્થો માળીયા(મી) પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે આરોપી ખુલ્લા ખેતર તથા અંધારાનો લાભ લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો.
માળીયા(મી) પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે તાલુકાના મોટી બરાર ગામની સીમમાં આઈઓસી પેટ્રોલ પંપ પાછળ રેઇડ કરવામાં આવી હતી, જ્યાં આરોપી હરદેવભાઈ ગોવિંદભાઇ ડાંગર રહે.મોટી બરાર દ્વારા વિદેશી દારૂ સગેવગે કરવાની પેરવીમાં હોય ત્યારે પોલીસ ટીમને આવતી જોઈ આરોપી હરદેવભાઈ ખુલ્લા ખેતરમાં ભાગી જતા, પોલીસ દ્વારા બાવળની કાંટમાં તલાસી લેતા વિદેશી દારૂની ૬ પેટીમાં ૭૨ બોટલનો જથ્થો મળી આવ્યો હતો, જે જથ્થો કબ્જે લઈ પોલીસે નાસી ગયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.