હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાયકલના ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.જે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આંતરરાજ્ય રીઢા આરોપીને મુદામાલ સાથે હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાએ વાહન / મોબાઇલ ચોરીના બનેલ બનાવ અંગે ડિટેક્ટ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના બનેલ ગુન્હાઓમાં આરોપીને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલભા રઘુભા ચૌહાણ તેમજ વિજયભાઇ પરબતભાઇ ચાવડાને મળેલ બાતમીને આધારે વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મોતીલાલ ઉર્ફે સોનું કાલુજી છગનલાલ વર્મા નામનાં આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી હોન્ડા કંપનીનુ લીવો જેના રજી નં.GJ-13-AN-1187 જેની કિંમત રૂપિયા. ૨૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કર્યો છે. તેમજ આઇ.સી.જી.એસ પોર્ટલમાં આરોપીના ગુનાહીત ઇતીહાસ સર્ચ કરતા આરોપીના રાજસ્થાન રાજ્ય ખાતે અલગ અલગ ૧૦ ગુન્હાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.અંબારીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ પરબતભાઇ ચાવડા, લાલભા રઘુભા ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ, યુવરાજસિંહ નીરૂભા જાડેજા, વનરાજસિંહ કાનભા ચૌહાણ વિગેરે સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.