ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતીના ચેરમેન દ્વારા હોદાનો દુરુપયોગ કરતા હોય જેના વિરોધ કર્યા અંગેનો ખાર રાખી કરાયો હુમલો.
મોરબી તાલુકાના સોખડા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરા સહિત ત્રણ સામે ગાળો આપી અને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ચેરમેનના સગા ભત્રીજા દ્વારા ફરિયાદ નોંધાવી છે, જેમાં ગ્રામ પંચાયતના હોદાનો દુરુપયોગ કરી ગામવાસીઓને ખોટી રીતે હેરાન કરતા ચેરમેનના ભાઈ દ્વારા વિરોધ કરતા અવાર નવાર બોલાચાલી ઝઘડો થતો હોય, જે બાબતનો ખાર રાખી, ચેરમેન અને તેના બે પુત્રો દ્વારા હુમલો કરી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
મોરબી તાલુકાના સોખડા ગામે નવાગામમાં રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણાએ તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ ખીમાભાઈ મકવાણા, પ્રકાશભાઈ રમેશભાઈ મકવાણા તથા વસંતભાઈ ઉર્ફે કિશન રમેશભાઈ મકવાણા રહે.બધા સોખડા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી રમેશભાઈ ખીમાભાઈ, સોખડા ગામમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન હોઇ. તેઓ તેમના હોદાનો દુરઉપયોગ કરી ગામના રહેવાશીઓને હેરાન કરતા હોઇ જે ફરીયાદી ચેતનભાઈના પિતા નથુભાઈ ખીમાભાઈને પસંદ ન હોઇ ત્યારે તેઓ તેનો વિરોધ કરતા હોય જે આરોપી રમેશભાઈને સારૂ નહી લાગતા, આરોપી રમેશભાઈ તથા તેમના દીકરા પ્રકાશભાઈ તથા વસંતભાઈ ઉર્ફે કિશન એમ ત્રણેય જન ચેતનભાઈના ઘર પાસે આવી તેમને ભુંડાબોલી ગાળો આપી, ઢીકા પાટુનો તથા આરોપી રમેશભાઇએ લાકડાના ધોકા વતી માર મારી માથામાં તથા ડાબા પગમાં થાપાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ની કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચકાવી છે.