Monday, April 7, 2025
HomeGujaratમોરબી એસઓજીએ હથિયાર પરવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ: લાયસન્સ મેળવનાર આઠ ઇસમોને શોધી...

મોરબી એસઓજીએ હથિયાર પરવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ: લાયસન્સ મેળવનાર આઠ ઇસમોને શોધી કાઢી નવ હથિયાર અને ૨૫૧ કારતૂસ કબ્જે કરાયા

મોરબી એસઓજી ને બાતમી મળી હતી કે મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ ઓલ ઇન્ડિયા હથિયાર પરવાના મેળવીને અમુક ઈસમો પાસે હથિયાર છે તેવા કુલ ૦૮ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરી ૯ હથિયાર અને ૨૫૧ કારતૂસ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ,મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખનાર ઇસમો શોધી કાઢી કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદેસર હથિયારો મોટા ભાગે બહારના જિલ્લા/રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત એસ.ઓ.જી.પીઆઈ એન.આર. મકવાણા સહિતની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં અમુક ઇસમો જેમના વિરુધ્ધ મોરબી જિલ્લામાં તથા આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયા છે. અને આવા ઇસમોને મોરબી જિલ્લામાંથી કલેકટર કે ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય. તેમજ જેઓને હથિયાર રાખવા માટે લાયસન્સ મળ્યું ન હોય અથવા મળી શકે તેમ ન હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી તેમાં પણ ખાસ મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવ્યાની સામે આવી હતી. જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે ખાનગી બાતમી આધારે મોરબી જિલ્લાના કુલ-૦૮ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજ્ય માંથી કોઇ પણ રીતે હથિયાર અંગેના પરવાના મેળવી કુલ ૦૯ હથીયારો જેમા પિસ્ટલ નંગ- ૦૨, રીવોલ્વર નંગ-૦૬, બારબોર નંગ-૦૧ તથા અલગ અલગ ગનના કાર્ટીઝ નંગ-૨૫૧ મેળવેલાની વિગત સામે આવી હતી. જેમાં રોહિત નાનજીભાઈ ફાગલીયા રીવોલ્વર ૧ કિંમત રૂ. ૯૮,૦૦૦/-, બારબોર ૧ નંગ કિંમત રૂ. ૫૦,૦૦૦/-, ૪૦ કાર્ટિઝ ८०००/-, ૧૫ કાર્ટિઝ ૩૦૦૦ અને ૨૪ કાર્ટિઝ ૬,૦૦૦, ઇસ્માઇભાઇ સાજનભાઇ કુંભાર રીવોલ્વર ૧ નંગ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦, મુકેશભાઈ ભાનુભાઈ ડાંગર રીવોલ્વર ૧ નંગ કિંમત રૂ. ૮૦,૦૪૦/-, ૪૮ કાર્ટિઝ કિંમત રૂ. ૯,૬૦૦, મહેશભાઈ પરબતભાઈ મીયાત્રા ૧ રિવોલ્વર કિંમત રૂ. ૧,૦૦,૦૦૦, ૩૪ કાર્ટિઝ કિંમત રૂ. ૬,૮૦૦, પ્રકાશભાઈ ચુનીલાલ ઉનાલીયા ૧ નંગ પિસ્તોલ કિંમત રૂ. ૨,૫૬,૦૦૦, ૪૭ કાર્ટિઝ કિંમત રૂ. ૧૫,૭૯૨, પ્રવિણસિંહ ચતુભા ઝાલા ૧ નંગ રિવોલ્વર કિંમત રૂ. ૧,૦૮,૮૦૦, માવજીભાઈ ખેંગારભાઈ બોરીચા ૧ નંગ પિસ્તલ કિંમત રૂ. ૮૧,૯૨૦ ૪૩ કાર્ટિઝ ૮,૬૦૦ અને સિરાજ ઉર્ફે દુઃખી અમીરઅલી પોપટિયા નું પરવાના ધારકનું હથિયાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ અન્ય ગુન્હામાં કબ્જે કરવામાં આવ્યું છે. હથિયાર રિવોલ્વર અને પરવાનો પોલીસ સ્ટેશનમાં જમા છે.જે તમામ ઇસમોને મોરબી જિલ્લા એસ.ઓ.જી.કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી હથિયાર પરવાના મેળવી તેમજ હથિયાર ખરીદી કરી પોતાની પાસે રાખ્યાનું જણાવ્યું હતું અને તમામએ પોતાના હથિયારો રજુ કર્યા છે.જે બાબતે કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.તેથી મોરબી જીલ્લાના તમામ નાગરીકોને અપિલ કરવામાં આવી છે કે મોરબી જીલ્લામાં કોઇ પણ વ્યક્તિએ બહારના રાજ્યમાંથી કે ગેરકાયદેસર રીતે હથિયાર મેળવેલાની માહિતી મળે તો મોરબી જીલ્લા પોલીસ કંન્ટ્રોલ રૂમના ફોન નં.૦૨૮૨૨ ૨૪૩૪૮૦ તથા એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.મકવાણાના મો.ન.૭૦૯૬૨૬૩૯૯૯ ઉપર જાણ કરવા અપિલ કરવામાં આવી છે.

આ કામગીરી એસઓજી પીઆઈ એન.આર.મકવાણા, એ.એસ.આઇ ફારૂકભાઇ યાકુબભાઇ મદારસિંહ માલુભા,રસિકભાઈ ભાણજીભાઇ, મનસુખભાઈ મથુરભાઈ, મુકેશભાઇ વાલજીભાઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ આસીફભાઇ રહિમભાઇ, કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા, અંકુરભાઇ લાલજીભાઇ તેમજ અશ્વીનભાઇ આહિર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!