અસામાજીક તત્વોએ પોલીસની આબરૂની કચ્ચરધાણી કર્યા બાદ સમગ્ર રાજ્યોમાં પોલીસ એક્શનમાં આવીને હિસ્ટ્રીશીટરો, બુટલેગરો અને જમીન માફિયોનું લીસ્ટ તૈયાર કરીને તેમની ગેરકાયદેસરની મિલ્કતોની યાદી તૈયાર કરી હતી. આટલુ જ નહીં, પોલીસે કોર્પોરેશન વિભાગને યાદી આપીને હિસ્ટ્રીશીટરો સહિતના આરોપીઓના ગેરકાયેસરની મિલ્કતો તોડી પાડવા માટે આદેશ કર્યો હતો. અંતર્ગત હવે માળીયા મિયાણાના ખીરઈ ગામે બે હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીમ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી હોવાથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજ્ય ગાંધીનગરના DGP દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી પોલીસ દ્વારા પણ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે હિસ્ટ્રી શીટર વિરુદ્ધ મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહી આજે પણ યથાવત રહી છે. અને માળીયા મિયાણાના ખીરઈ ગામે બે હિસ્ટ્રી શીટર અવેશ હબીબ જેડા અને જકાબ હબીબ જેડાની ગેરકાયદેસર મકાન જમીનદોસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન અને શરીર સંબંધી ગુના નોંધાયેલા છે.