મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ રોયલ ટચ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના ધૂમસાઈ થાના જી.જાડ ગ્રામના વતની લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી ઉવ.૫૦ નામના સીરામીક શ્રમિક ગઈ તા.૦૩/૦૪ ના રોજ બપોરના સમયે કોઈને કંઈ કહ્યા વગર રૂમેથી જતા રહેલ હોય અને ગઈકાલ તા.૦૬/૦૪ના રોજ બપોરના સમયે મોરબી એન્ટીક સીરામીક કેનાલથી ઘૂંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ મોટા ખાડામાં ખુલ્લી જગ્યામાં કોઈ કારણસર લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.