મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ હજુ સુધી ફાયર સેફટીની કામગીરી ન કરનાર ૧૭ શાળાઓને ખુલાસા માટે રૂબરૂ બોલાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના નિયમોનુસાર અનુસાર ૫૦૦ ચો.મી. કે ૯ (નવ) મીટર થી વધારે ઉચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એન.ઓ.સી ફરજીયાત બનાવવામાં આવી છે તેમ છતાં ફાયર એનઓસી નહિ મેળવનારને રૂબરૂ બોલાવી વહેલી તકે સિસ્ટમ લગાડી દેવા સૂચના આપવામાં આવી છે જો તત્કાલિક કાર્યવાહી નહી કરાય તો શાળાની માન્યતા પણ રદ કરવાની સૂચના આપવામાં આવી છે.
મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ હજુ સુધી ફાયર સેફટીની કામગીરી ન કરનાર ૧૭ શાળાઓને ખુલાસા માટે રૂબરૂ બોલાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના નિયમોનુસાર અનુસાર ૫૦૦ ચો.મી. કે ૯ (નવ) મીટર થી વધારે ઉચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એન.ઓ.સી ફરજીયાત બનાવવામાં આવ્યું છે. દરેક શાળાઓને પુરતો સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં મોરબીની ૦૬ ગ્રાન્ટેડ શાળા અને ૧૧ સ્વનિર્ભર શાળાઓમાં ફાયર એન.ઓ.સી નથી. આવી શાળાઓને સમયાંતરે ૩ (ત્રણ) વખત નોટીસ આપવામાં આવી હતી છતાં પણ મોરબી તાલુકાના આમરણ ગામની ભક્તિ શૈક્ષણિક સંકુલ, સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), મોરબી શહેરની અજંતા વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), ઘૂંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), નાની વાવડી ગામની સમજુબા વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), નાની વાવડીની સંકલ્પ માધ્યમિક વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), જોધપર નદી ગામની એમ.જી.ઉ.બી.માધ્યમિક વિદ્યાલય જોધપર નદી ગ્રાન્ટેડ, જેતપર ગામની સી.એમ. જે હાઇસ્કુલ જેતપર ગ્રાન્ટેડ , હળવદ તાલુકાની હળવડની શ્રી ઉમા કન્યા વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી હળવદ વિદ્યાલય સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), સુખપર ગામની શ્રી નકલંગ વિદ્યાપીઠ સુખપર સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), માળીયા તાલુકાની પીપળીયા ગામની શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગેજી માધ્યમ) સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ) અને શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), ઘાંટીલા ગામની જુના ઘાંટીલા હાઇસ્કુલ ગ્રાન્ટેડ, ટંકારા તાલુકાના હડમતીયા ગામની જ્ઞાનદીપ વિદ્યાલય હડમતીયા સ્વ નિર્ભર (નોન ગ્રાન્ટેડ), ટંકારા ગામની શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય ગ્રાન્ટેડ, નસીતપર ગામની શ્રી બી.જે.કણસાગરા હાઇસ્કુલ ગ્રાન્ટેડ તેમજ વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગામની જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ગ્રાન્ટેડ સહિત કુલ – ૧૭ શાળાઓના આચાર્યો/સંચાલકોને તા.૦૪-૦૪-૨૦૨૫ના રોજ રૂબરૂ ખુલાસા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી ખાતે બોલાવવામાં આવ્યા હતા. અને શાળાના આચાર્યોને જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ તાત્કાલિક સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાની તાકીદ કરી હતી તેમ છતાય કામ નહિ થાય તો શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેનું સંકલન એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રવીણભાઈ અંબારિયાએ સંભાળ્યું હતું.