મોરબી નગર પલિકમાંથી મહાનગર પાલિકા બનતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી-2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ મંજુર કરવામાં આવ્યું છે.જેથી ઘાસ વેચાણ માટે લાયસન્સ મેળવવાનું તથા ઘાસ ક્યાંથી લાવ્યા, કોને વેચ્યું તે તમામ બાબતોને લગતા રજીસ્ટર/રેકર્ડ નિભાવવાનું રહેશે.
મોરબી મહાનગરપાલિકા બનતા મોરબી મુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી-2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર ક્રમાંક UDUHD/MSM/e-file/18/2022/7207/P Section. Date.21/08/2023 મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ મંજુર કરવામાં આવ્યું છે. જે માર્ગદર્શિકા મુદા નં. F માં ઘાસ વેચાણ માટે લાયસન્સ મેળવવાનું રહેશે તથા ઘાસ ક્યાંથી લાવ્યા, કોને વેચ્યું તે તમામ બાબતોને લગતા રજીસ્ટર/રેકર્ડ નિભાવવાનું રહેશે. તેમજ ઘાસ વેચાણ માટે લાયસન્સનું ફોર્મ મોરબી મહાનગરપાલિકાના પશુ રંજાડ અંકુશ વિભાગમાંથી મેળવી લાયસન્સ મેળવી લેવા માટે મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.