ટંકારા શહેરની ખિજડીયા ચોકડી પાસે ટ્રાફિક ના ધમધમાટ વચ્ચે માર્ગ અને મકાન વિભાગે કોઈ પણ પ્રકારના નિતિ નિયમો વગર રાતોરાત તાત્કાલિક જીસીબીથી સ્પિડબ્રેકર દુર કરી દેતા એક જ દિવસમા ત્રણ જેટલા ગંભીર અકસ્માતના બનાવો બનવા પામ્યા છે.જેને લઇને વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા ટંકારા ટાઉન હદમાં નીતિ નિયમો અનુસાર સ્પીડ બ્રેકર અને લાઈન સાઈડ સહિત સાફ સફાઈ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
ટંકારા શહેરના મોરબી રાજકોટ અને ખીજડીયા જવાની ચોકડી ખાતે ટ્રાફિક જામ હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના હાઇવે ઇન્ચાર્જે અણઘડ નિર્ણય લઈને સ્પીડ બ્રેકર દૂર કરી નાખ્યું હતું. જે સ્પીડ બ્રેકર દૂર કરી નાખતા એક જ દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયાં હતા. જેમાં આજરોજ બપોરના એકાદ વાગ્યાના સુમારે બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહો હતો ત્યારે કારે ઠોકર મારતા પગના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે ગામના આગેવાનો અને રાહદારીઓએ જાડી ચામડીના રોડ વિભાગને ગઈ કાલે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરી હતી.
પહેલા સાઇન બોડ, રોડ સફાઈ, રિફલેકટર રોડ ઉપર પટા સહિત લગાવ્યા બાદ સ્પિડ બેકર દુર કરવા જણાવ્યું હતું. પરંતુ રોડ ગાઇડ લાઇનના બહાના હેઠળ યોગ્ય પગલા વિના ખાડા ખબડા કરી રોડ ઉપર બ્રેકર દુર કરી દેતા અકસ્માતની હારમાળા સર્જાઈ છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા રાજકોટ, મોરબી રોડ પર શહેરના તમામ ક્રોસિંગ બંધ કરી દેતા વાહન ચાલકોને ના છુટકે ખિજડીયા ચોકડી અને લતીપર ચોકડી જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ નિયમોનું પાલન કરવામા પાછી પાની કરતુ તંત્ર શનાળા, ગૌવરીદળ બેડીના ડરઝનેક સ્પિડ બેકર ન દેખાય અને માત્ર તાલુકા મથક નું એક સ્પીડ બ્રેકર દેખાયું તેવા સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે સ્પીડ બ્રેકર દૂર થતાં અકસ્માતની હાર માળા સર્જી દેતા વિધાર્થી એકતા સંગઠને તાકીદે ટંકારા ટાઉન હદમાં નિતી નિયમો મુજબ બ્રેકર અને લાઈન, સાઈડ સહિત સાફ સફાઈ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.