Saturday, April 19, 2025
HomeGujaratગુજરાત એટીએસ એ અન્ય રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો...

ગુજરાત એટીએસ એ અન્ય રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો કર્યો પર્દાફાશ:૪૯ લોકોએ હથિયાર મેળવ્યાનો ખુલાસો

ગુજરાત એ. ટી. એસ.ની ટીમને મોટી સફળતા મળી છે. અન્ય રાજ્યો જેમ કે નાગાલેન્ડ તથા મણીપુર રાજયના ખોટા હથિયાર લાયસન્સો બનાવી હરિયાણાથી હથિયાર ઈશ્યૂ કરાવ્યા હતાં. જેમાં ગુજરાતના ૪૯ લોકોને બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવનાર ગેંગ નો પર્દાફાશ કરી સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના આપી હતી. જે સૂચના અંતર્ગત નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. તે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી કે વિશાલ પંડયા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, શેલાભાઇ ભરવાડ, મુકેશ બામ્ભાએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે મણીપુર રાજય તથા નાગાલેન્ડ રાજયના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદીને લાવ્યા છે. તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સો તથા હથિયારો અપાવ્યા છે. જે માહિતીને આધારે ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી માહિતીની ખરાઈ અર્થે પોલીસ ઇન્સ્પેકટર એન.આર. બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી હતી. જે માહિતી એ.ટી.એસ. ટીમના અન્ય અધિકારી તથા સ્ટાફના માણસો દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોમાં આ બાબતે તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન જાણવા મળ્યું કે, ગુજરાતના ઘણાં માણસોએ છેલ્લા છએક વર્ષના સમયગાળા દરમ્યાન યેનકેન પ્રકારે નાગાલેન્ડ તથા મણીપુર રાજયના ખોટા હથિયાર લાયસન્સો બનાવી હરિયાણાથી હથિયાર ઈશ્યૂ કરાવ્યા છે. જે બાબતે ગુજરાત એ.ટી.એસ. સાથે અમદાવાદ શહેર કાઈમ બ્રાન્ય તથા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ કામગીરી અર્થે સાથે જોડાઈને કામગીરી કરી હતી. જે તમામ ઈસમો ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાં રહેતા હોય અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી તેમજ વદોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, બોટાદ તથા મોરબી જીલ્લાની એસ.ઓ.જી.ની મદદ લઈ ઇસમોની પૂછપરછ તથા વિગતવાર નિવેદન લેવામાં આવ્યા તે દરમ્યાન જાણવા મળ્યું કે, ૪૯ જેટલા ઈસમોએ સેલાભાઈ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઈ પંડ્યા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદ્દમ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા અને મુકેશ રણછોડભાઈ બાંભાના પાસેથી બોગસ હથિયાર લાયસન્સો થકી મેળવ્યા છે. તેમજ ગુજરાતના અન્ય પર જેટલા ઈસમોએ પણ આ જ રીતે હથિયાર મેળવ્યા છે. જે કામગીરી વધુ જાણવા મળ્યું કે નૂહ – હરીયાણામાં આર્મ્સની દુકાન ધરાવનાર સોકતઅલી છોટુખાન, ફારૂકઅલી છોટેખાન, આસીફ તથા તેમના મળતીયાઓ દ્વારા પોતાના અર્થિક ફાયદા સારૂ છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં રહેતા ઈસમોના નામે ખોટા હથિયાર લાયસન્સ નાગાલેન્ડ તથા મણીપુર રાજ્યમાંથી બનાવ્યા હતા. તેમજ આ ત્રણેય દ્વારા આ ખોટા હથિયાર લાયસન્સ ધરાવતા ઇસમોને રીવોલ્વર, પિસ્ટલ, 12 બોર ગન અને કારતૂસો પણ વેચાણ કરવામાં આવ્યા હતા. ખોટા હથિયાર લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ગુજરાતના ઇસમોએ આ હથિયારો પોતાના કબ્જામાં રાખ્યા હતા.જે માહીતીને આધારે ગુજરાત એ.ટી.એસ.ની અલગ-અલગ ટીમો બનાવી નાગાલેન્ડ, મણીપુર તેમજ હરિયાણા ખાતે મોકલવામાં આવી અને આ કામગીરી દરમ્યાન ૩ નંગ બાર બોર ગન તથા ૭૦ રાઉન્ડ્સ, ૨ નંગ પીસ્તોલ તથા ૫૯ રાઉન્ડ્સ તથા ૧ રીવોલ્વર ૦૬ રાઉન્ડ્સ મળી કુલ ૦૬ હથિયાર અને ૧૩૫ રાઉન્ડ્સ રેકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. જે આધારે એ.ટીસ. ગુજરાત ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડોવણી ખૂલવા પામેલ છે, જેઓએ ઉપરોક્ત ૦૭ ઈસમો પાસેથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવેલ છે, જે ૦૭ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ અન્ય પર જેટલા ઈસમો મળી ગુજરાતના કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોઈ આ કેસમાં ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતા રહેલ છે.

ઉપરોક્ત ગેંગ દ્વારા હથિયાર મેળવવા સાવ ખોટા હથિયાર લાઈસન્સ બનાવવા, અન્ય ઈસમોના નામે ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા તથા જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી ધ્યાનમાં આવેલ છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ ઈસમો અંગે સઘન તપાસ ચાલુમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!