મોરબી શહેરમાં જાહેરમાં થુંકતા પકડાશો તો જાહેરમાં પોસ્ટર લગાડવામાં આવશે. જાહેર માં આડેધડ થુંકતા કે યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરૂદ્ધ મનપાએ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં જાહેરમાં થુંકતા લોકોનો ફોટો જાહેર કરી સ્થળ પરથી દંડ વસૂલ કરવામાં આવશે.
મોરબી નગર પાલિકા મહાનગર પાલિકા બનતા એક બાદ એક નવા નિયમો અમલમાં આવતા જાય છે. તેમાં હવે મોરબીમાં જાહેરમાં થુંકશો તો પોસ્ટર લગાડવામાં આવશે તેમ જાહેર કરાયું છે. અગાઉ જાહેરમાં યુરીનલ કરતા લોકોના ફોટો સાથેનું બેનર જાહેર રસ્તા પર લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે જાહેરમાં આડેધડ થૂંકતા, યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરુદ્ધ મનપાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જાહેરમાં થૂંકતા લોકોના ફોટો જાહેર કરી સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવશે. મનપાની આ કાર્યવાહીથી કિંગ કોબ્રાની જેમ આડેધડ પાન મસાલાની પિચકારી મારતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.