વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તા. ૦૯/૦૪/૨૦૨૫ ના બુધવારના રોજ હોવાથી વાંકાનેર શહેરી વિસ્તારમાં કતલખાના તેમજ નોનવેજ નું વેચાણ બંધ રાખવા વાંકાનેર નગર પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેર નામાં નો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહિ કરવામાં આવશે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તા.૦૯/૦૪/૨૦૨૫ બુધવારનાં રોજ વાંકાનેર શહેરી વિસ્તારમાં કતલખાના તેમજ નોનવેજનુ વેંચાણ કરવામા આવતુ હોય તેવા આસામીઓને વેંચાણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જે પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો પરિપત્રની સુચનાનો ભંગ કરવામાં આવશે તો તે આસામી સામે નિયમ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવશે. તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ થી મળેલ સત્તાની રૂએ કાર્યવાહી કરવામાં આવશે. તેમ વાંકાનેર નગર પાલિકા મુખ્ય અધિકારી ગિરીશકુમાર આર. સરૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે.