મોરબી-૨ ભડીયાદ રોડ ઉપર આનંદ પાનની પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ એક ડાયરીમાં લખી નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા રાજુભાઇ કેશુભાઈ ચૌહાણ ઉવ.૫૮ રહે.ભડીયાદ રોડ ભડીયાદ કાંટાની બાજુમાં વાળાને સીટી બી ડિવિઝન પોલીસ ટીમે રોકડા રૂ.૭,૧૦૦/-ઝડપી લીધેલ હતા, ત્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વર્લી ફિચર્સના આકડાના જુગાર રમવાનું કપાત આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા રહે.મોરબી-૨ સોઓરડી વાળા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી, હાજર નહીં મળી આવેલ આરોપીની સગોધખોલ શરૂ કરી છે.