મોરબીના મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂના વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બે ઇસમોને તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી મોંઘીદાટ સ્કોચ-વ્હિસ્કીની ૬ નંગ બોટલ કિ.રૂ.૧૦,૩૨૦/- સાથે આરોપી હર્ષભાઇ બીપીનભાઇ વાછાણી ઉવ-૨૪ રહે.પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી મુળગામ ખડીયા તા.માણાવદર જી.જૂનાગઢ તથા નીશાંતભાઇ સુરેશભાઇ અઘેરા ઉવ-૩૧ રહે. ઉમા ટાઉનશીપ વૈભવ-એ તા-જી મોરબી વાળા એમ બે આરોપીઓની સ્થળ ઉપરથી અટકાયત કરી બન્ને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.