મોરબી શહેરમાં ૩૦ વર્ષીય પરિણીતાએ મગજની બીમારી સબબ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જે અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર, શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર ગૌરી પાર્ક સોસાયટી, મા હાઇટ્સ રૂમ નં.૩૦૨ માં રહેતા નીરાલીબેન વિશાલભાઇ દીનેશભાઇ સવસાણી ઉવ.૩૦ છેલ્લા છ વર્ષથી મગજની બીમારી ‘વિચાર વાયુ’થી પીડાતા હોય. જે બીમારી સબબ કંટાળી જઈ ગઈકાલ તા.૦૯/૦૪ના રોજ પોતે પોતાની જાતે રહેણાક ફ્લેટના રૂમમાં છત સાથે પંખામાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઇ લીધો હતો. જે બાદ ૧૦૮ મારફત નીરાલીબેનને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી નીરાલીબેનને મૃત જાહેર કર્યા હતા, હાલ સીટી એ ડિવિઝન પોલીસે આપઘાતના બનાવની મૃતકના પતિ વિશાલભાઇ દીનેશભાઇ સવસાણી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી, મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.