મોરબીના એસ.પી.રોડ, દેવ ફાર્મસી સામે સમસ્ત યંદુનંદન ૪ સોસાયટી પરિવાર દ્વારા શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦ થી ૧૨ એપ્રિલ સુધી ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત યદુનંદન ૪ સોસાયટી પરિવાર દ્વારા નિયંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના એસ.પી. રોડ યદુનંદન ૪ સોસાયટી ખાતે શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સં.૨૦૮૧, ચૈત્ર સુદ-૧૩, તા.૧૦-૦૪-૨૦૨૫, ગુરૂવાર થી ચૈત્ર સુદ-પુનમ, તા.૧૨-૦૪-૨૦૨૫, શનિવાર સુધીનું ત્રણ દિવસનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રીશ્રી અમીતભાઈ જે.પંડયા (ભાગવત આચાર્ય સંસ્કૃત વિશારદ – કાશી) મો.૯૯૭૮૨ ૯૨૨૮૨ છે. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રી શૈલેષભાઈ કુંવરજીભાઈ વિરપરીયા (મુખ્ય યજમાનશ્રી યજ્ઞનો પાટલો અને મુખ્ય દાતાશ્રી), શ્રી રમેશભાઈ શામજીભાઈ વડસોલા (યજમાનશ્રી ધ્વજા રોહણ), શ્રી અરવિંદભાઈ ચતુરભાઈ ફુલતરીયા (યજમાનશ્રી યજ્ઞનો પાટલો અને કળશ (ઈડુ) ચઢાવાનુ), શ્રી રોહિતભાઈ હરજીવનભાઈ કોટડીયા (યજમાનશ્રી યજ્ઞનો પાટલો), શ્રી ઉમેશકુમાર પ્રભુભાઈ બોપલીયા (યજમાનશ્રી યજ્ઞનો પાટલો), શ્રી અનિલભાઈ કાંતિલાલ અમૃતિયા (યજમાન શ્રી યજ્ઞનો પાટલો), શ્રી અભિષેકભાઈ અમૃતલાલ શેરસીયા (યજમાન શ્રી યજ્ઞનો પાટલો), શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ કાલરીયા (યજમાન શ્રી યજ્ઞની પાટલો), શ્રી અશોકભાઈ ભીમજીભાઈ અઘારા (યજમાન શ્રી યજ્ઞનો પાટલો) અને શ્રી જીગ્નેશભાઈ જાદવજીભાઈ ભાલોડીયા (યજમાન શ્રી યજ્ઞનો પાટલો) રહેશે. જે ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસ ચૈત્ર સુદ-૧૩, તા.૧૦-૪-૨૦૨૫, ગુરૂવાર દેહ શુધ્ધી પ્રાચક્ષીતા – સાંજે ૦૫ વાગ્યે, જલ યાત્રા મુર્તિનું યજ્ઞશાળામાં આગમન – સાંજે ૦૬ વાગ્યે, સાયં આરતી – સાંજે ૦૭ વાગ્યે, દ્વિતીય દિવસ ચૈત્ર સુદ-૧૪, તા.૧૧-૪-૨૦૨૫, શુક્રવારના રોન ગણેશ પૂજન, પુણ્યવાચન, સર્વ દેવતા – સવારે ૦૮ વાગ્યે, મૂર્તિન્યાસ, અગ્નિસ્થાપન (અરણીમંથન) – બપોરે ૦૩-૩૦ વાગ્યે, ધાન્યાધિવાશ – સાંજે ૦૬ વાગ્યે, શ્રી હનુમાનજી મહારાજની શોભાયાત્રા – બપોરે ૦૩-૩૦ વાગ્યે તેમજ- તૃતીય દિવસ ચૈત્ર સુદ-પુનમ, તા.૧૨-૪-૨૦૨૫, શનિવારના રોજ યજ્ઞ પ્રારંભ – સવારે ૦૮ વાગ્યે, શ્રી સંકલ્પ સિધ્ધ ગુમાનજી મહારાજના સામૈયા સવારે શુભ ચોઘડીયે, શ્રી હનુમાનજી મહારાજ ચૈતન્ય યજ્ઞ, મહા સ્થાપન વિધી (અભિષેક) – સવારે ૧૦-૦૦ વાગ્યે, પ્રાણ પ્રતિષ્ઠા વિધી તેમજ ભગવાનની મંદિરમાં સ્થાપના – બપોરે ૧૨-૧૫ વાગ્યે,કળશ (ઈડુ ચડાવવાનું મુહુર્ત)- બપોરે ૧૨-૩૦ વાગ્યે, ધજા ચડાવવાનું મુહુર્ત તથા પ્રથમ મહા આરતી – બપોરે ૦૧-૦૦ વાગ્યે, યજ્ઞ પૂર્ણાહુતિ તથા બીડુ હોમ – સાંજે ૦૪-૦૦ વાગ્યે, ધર્મ સભા, સાધુ સંતોના આશીર્વચન તથા અતિથિના સન્માન – સાંજે ૦૫-૦૦ વાગ્યે, ૧૧૦૦ દિવડાની મહા આરતી – સાંજે ૦૬-૩૦ વાગ્યે અને મહા પ્રસાદ સાંજે ૦૭-૦૦ વાગ્યે, દેવ ફાર્મ, એસ.પી.રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ મોરબીના એસ.પી.રોડ, શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મહારાજના મંદિરે તા. ૧૨-૦૪-૨૦૨૫, શનિવારના રોજ રાત્રે ૦૯ વાગ્યે ભજન સંધ્યા યોજાશે. જેમાં ભજનિક શ્રી બિન્દુબેન રામાનુજ, સાહિત્યકાર શ્રી ભરતભાઈ પટેલ અને ભજનિક શ્રી રતિભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં ૧૦૦૮ મહા મંડલેશ્વર પ.પુ. માં કનકેશ્વરી દેવીજી (શ્રી ખોખરા હનુમાન ધામ, મોરબી), ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંત શ્રી કાનજી બાપુ (શ્રી નાગલખા ધામ, રોહીશાળા), મહંત શ્રી દામજી ભગતબાપુ (શ્રી નકલંક ધામ, બગથળા), મહંત શ્રી ટીના મહારાજ ટ્રસ્ટી શ્રી (શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર, મોરબી), મહંત શ્રી ભાવેશ્વરીમા (શ્રી રામધન આશ્રમ, મોરબી), મહંત શ્રી નીતમગીરી રતીગીરી બાપુ (શ્રી શકિત માતા મંદિર, શકત શનાળા), મહંત શ્રી ભાણદેવજી બાપુ (શ્રી સરસ્વતી આશ્રમ, જોધપર), મહંત શ્રી શિવરામદાસ બાપુ (શ્રી કબીર ધામ આશ્રમ, વાવડી), મહંત શ્રી રમેશગીરી બાપુ (શ્રી આવળ ખોડલ જન્મભૂમિ ધામ, રોહીશાળા), મહંત શ્રી હસુપરીબાપુ સાધ્યા મહાદેવ ધર્મ (શ્રી સાંઢેડા મહાદેવ ધામ – સણોસરા), મહંત શ્રી રાજેશપાગટ ગોસાઈ (શ્રી રવિ રાંદલ માતાજીનું ધામ, દડવા), મહંત શ્રી દિવ્યાંગભાઈ ઠાકર (શ્રી દ્વારકા ધામ, દ્વારકા), મહંત શ્રી સુભાષગીરી વલ્લભગીરી ગૌસ્વામી (શ્રી હર્ષદમાતા મંદિર ધામ, ગાંધવી), મહંત શ્રી સુભાષગીરી વલ્લભગીરી ગૌસ્વામી (શ્રી હર્ષદમાતા મંદિર ધામ ગાંધવી) મહંત શ્રી રણછોડદાસ બાપુ (શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ ધામ, માટેલ), મહંત શ્રી યોગેશ બાપુ (શ્રી ખાખરીયા હનુમાન ધામ, તરણેતર) અને મહંત શ્રી સાદવી ભરતદાસ ( શ્રી ઋણમુકતેશ્વર મહાદેવ મંદિર, ચાંદોદ-વડોદરા ) સહિતના સંતો મહંતોની પધરામણી થશે. સંકટ મોચન શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મહારાજના ભવ્ય અને દિવ્ય ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પધારવા આપને યદુનંદન-૦૪ સોસાયટી પરિવાર તરફની આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.