મોરબી નગરમા રહેતા તમામ સનાતની ભાઇઓ તથા બહેનો માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા બાલોપાસના દિવસ નીમીતે શ્રી હનુમાન જન્મોત્સવ તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના શુભ દિવસે સવારે ૫:૪૫ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી સામુહીક સુર્યનમસ્કારનુ મોરબીના લીલાપર કેનાલ રોડ નવયુગ પ્રિ સ્કૂલ રામોજી ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના લિલાપર કેનાલ રોડ નવયુગ પ્રી સ્કુલ પાસે રામોજી ફાર્મ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા બાલોપાસના દિવસ નીમીતે શ્રી હનુમાન જન્મોત્સવ તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના શુભ દિવસે સવારે ૫:૪૫ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી સામુહીક સુર્યનમસ્કારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌજન્ય તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને કાર્યક્રમ સહયોગી તરીકે વિનય કરાટે એકેડમી અને યોગોમ યોગ ક્લાસીસ જોડાયા છે. જેના પંજીકરણ માટે ચેતનભાઇ પાટડીયા – ૮૫૧૧૧૧૧૦૮૦, ભાર્ગવભાઇ ભાટીયા – ૯૯૨૪૦૦૪૦૭૬, તેજલબેન કણજારિયા – ૭૮૬૧૮૬૬૯૭૫, દેવાંગીબેન વ્યાસ – ૯૪૮૪૯૬૫૬૬૭ પર સંપર્ક કરવા જણાવાયુ છે. જેમાં ભાગ લેનારને યોગ મેટ અથવા ચટાઈ અને પાણીની બોટલ સાથે લાવવા જણાવવામાં આવ્યું છે.