વાંકાનેરના પીપળીયારાજ ગામ નજીક આવેલ કોટન મિલમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. મિતાણાથી વાંકાનેર તરફ જતા રોડ પર આવેલ ઇન્ડીયન કોટન મિલમાં આગ લાગતાં મોરબી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેઝર કોલ જાહેર કરાતા મોરબી ઉપરાંત વાંકાનેર, ટંકારા અને રાજકોટથી ફાયર વિભાગની ગાડીઓ દોડી હતી. અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો અને આશરે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઇ ન હતી પરંતુ રૂ નો મોટો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.