ટંકારામાં અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઇ અમરશીભાઇ પટેલની વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના રિંગોલ કેલકુવા ફળીયાના વતની એવા ખેત શ્રમિક પરિવારની દીકરી તોલીબેન રામાભાઇ રમણભાઇ સંગાડ ઉવ.૧૩ ગઇ તા-૦૮/૦૪ ના રોજ તેઓના શેઠની ઉપરોક્ત વાડીએ બકરા માટે પાણી ભરવા માટે વાડીએ કુવાની બાજુમા આવેલ કુંડી ઉપર ચડી, કુવામાથી પાણી ભરવા ગઈ હોય ત્યારે અકસ્માતે પગ લપસતા તોલીબેન કુવામા પડી જતા, કુવાના પાણીમાં ડુબી જતા તેણીનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. ૧૩ વર્ષીય દીકરીનું મૃત્યુ નિપજતા, ખેતશ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, હાલ ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુની આ ઘટનાને લઈ અ.મોતની નોંધ કરી, આગળની તપાસ ચલાવી છે.