મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું લગ્નની લાલચથી અપહરણ કરી દુષ્કર્મના ઇરાદે ભગાડી જવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસ મથકે આરોપી શીપૂકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને આરોપી શીપૂકુમારે લગ્નની લાલચ આપી, કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી અને બદકામ કરવાના આશયથી અપહરણ કરી ભગાડી ગયો હતો. હાલ ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે શીપૂકુમાર વિરુદ્ધ પોક્સો કાયદા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.