મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગેર કાયદેસર હાથ બનાવટની બંધુક સાથે એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મોરબીના વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંધુક (કટ્ટો) કિંમત રૂ. ૫,૦૦૦ સાથે પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મળતી માહિતી અનુસાર,અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી એન.એ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાલસરાને સંયુકત ખાનગી બાતમી મળી કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ જેને સફેદ પીડો તેમજ મરૂણ કલરનું પટ્ટા વાડુ ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું છે જે એક દેશી હાથ બનાવટનો કટો બંદુક સાથે આંટાફરે છે તેવી બાતમીના આધારે તે જગ્યાએ જઈ તપાસ તેવા વર્ણન વાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી વાવડી રોડ મોરબી વાળા પાસેથી દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણાસર કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. જીતેન્દ્રભાઇ અઘારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ ડાંગર, જયપાલભાઇ લાવડિયા, રાજેશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાલસરા, ભાવેશભાઇ કોટા, રાજપાલસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, દેવાયતભાઇ રાઠોડ તેમજ પ્રિયંકાબેન પૈજા વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.