મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સનવીસ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઝારખંડના વતની અજય નાયકના પત્ની અને સાંઇનારણ હેમભ્રમના દીકરી સીનીબેન ઉવ.૨૨ એ ઉપરોક્ત લેબર ક્વાર્ટરમાં કોઇ કારણસર પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી મૃતકની ડેડબોડી તેના પતિ અજય નાયક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી જરૂરી પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.