મોરબી શ્રી પરશુરામ યુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણ સમાજના યુગ પુરુષ અને ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામ દાદા ના જન્મોત્સવ અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા અખાત્રીજ એટલે ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી હર વર્ષે કરવામાં આવે છે એ જ રીતે આગામી તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૫ ને મંગળવારના રોજ અખાત્રીજના રોજ ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેમાં આ શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા પરંપરાગત રીતે વાઘપરા ૧૪ માં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રારંભ થશે અને નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે ભગવાન શ્રી પરશુરામ દાદાની મહા આરતી કરી પ્રસાદ લેવાનું આયોજન કરાયું છે.
આ તકે મોરબીના તમામ બ્રહ્મબંધુઓને બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ અને ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ દાદાની શોભાયાત્રા માં સહભાગી બનવા શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઈ મહેતા,મહામંત્રી ઋષિભાઈ મહેતા, મહામંત્રી હાર્દિકભાઈ ભટ્ટ ,મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના તમામ હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.