વાંકાનેર મીલ પ્લોટ વીશીપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાતોજા ઉવ.૩૭ ઘણા સમયથી જીભના કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. ત્યારે ગઈ તા. ૧૩ એપ્રિલના રોજ તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા. ૧૪ એપ્રિલના રોજ દિનેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલમાં ફરજ ઉપર રહેલ ડોક્ટરે દ્વારા પોલીસને જાણ કરી હતી, જેના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મૃત્યુના આ બનાવમાં અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.