ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કાલુપારના વતની રાહુલ રમેશભાઈ રાજપર ઉવ.૨૭ નામનો શ્રમિક યુવક ગઈ તા.૧૧/૦૪ ના રોજ સ્લોગન સીરામીકના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી કોઈ કારણોસર નીચે પડતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ મૃત્યું નિપજતા, ટંકારા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.