મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અનડીટેક્ટ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો હતો. જે ગુન્હાને ડિટેકટ કરી આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર ખાતેથી શોધી મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. જે આરોપીને પકડી ભોગ બનનાર સગીરવયની દીકરીએ આરોપીને ઓળખી બતાવતા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી /શરીર સંબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ જીલ્લાના કહેફીજા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.કલમ – ૬૪(૧),૩૫૧(૨) તથા પોકસો એકટની કલમ ૩, ૪, મુજબનો રજીસ્ટર થયો હતો. જે ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી ઝીરો નંબરથી ફરિયાદ આપતા તેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.કલમ- ૬૪(૧),૩૫૧(૨) તથા પોકસો એકટની કલમ ૩, ૪, મુજબ દાખલ કર્યો હતો.
જે ગુન્હો તા. ૦૧/૦૮/૨૦૨૪ ના ૧૨ વાગ્યાથી તા.૩૧/૦૮/૨૦૨૪ ના ૧૨ વાગ્યા દરમ્યાનમાં બેલા રોડ, ગેમ સ્ટોન ટાઈલ્સ કંપનીના લેબર કવાર્ટસમાં બન્યો હતો.જેમાં ફરીયાદીની સગીરવયની દિકરીની આઠેક મહિના પહેલા બેલા શેડ ઉપર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં આવેલ રૂમમાં એક અજાણ્યા છોકરાએ બળજબરી પુર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની હક્કીત જાહેર થતા ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાહુલ ત્રીપાઠી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી, પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ કે. ચારેલે અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને અજાણ્યા આરોપીને શોધી કાઢવા સુચના આપતા જે અંતર્ગત એ.એસ.આઇ.ફિરોજભાઇ સુમરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ દશસ્થસિંહ પસાણીએ અજાણ્યા આરોપીની માહિતી મેળવી આરોપીને મહારાષ્ટ્ર રાજયના કોલ્હાપુર ખાતેથી શોધી કાઢી તે આરોપીની ઓળખ પરેડ કરાવતા ભોગબનનારે ઓળખી બતાવતા આરોપી નિરજસિહ સ/ઓ બલવાનસિહ ગોડ મધ્યપ્રદેશ વાળાની તા.૧૪/૦૪/૨૦૨૫ ના ૧૦:૧૫ વાગ્યે ગુન્હામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી અનડિટેકટ ગુન્હો શોધી કાઢ્યો છે..
જેમાં પોલીસ ઇન્સેક્ટર એસ.કે.ચારેલ, એન.એ વસાવા, એ.એસ.આઇ.નારણભાઇ છૈયા, ફિરોજભાઇ સુમરા,પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ મુળુભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઇ સોનાગ્રા, મહેશભાઇ મંઢ, દશરથસિંહ મસાણી દ્વારા કામગીરી કરવામાં આવી હતી.