Saturday, April 19, 2025
HomeGujaratખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું કરાયું આયોજન

ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું કરાયું આયોજન

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તા. ૦૨/૦૫/૨૦૨૫ને શુક્રવાર ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમમાં તમામ પૂર્વ વિદ્યાથીઓ, શિક્ષકો અને આચાર્યોને ઉપસ્થિત રહેવા સમસ્ત ખાખરાળાં ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

- Advertisement -
- Advertisement -

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તા. ૦૨/૦૫/૨૦૨૫ને શુક્રવાર ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન સમસ્ત ખાખરાળાં ગામ દ્વારા કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકો એ સેવા આપી છે એ તમામનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમમા મહા મંડલેશ્વર 1008 શ્રી શ્રી પરમ પૂજ્ય માં કનકેશ્વરીદેવીજી (ખોખરાધામ-બેલા) તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા શાંતિ નિકેતન આશ્રમ – જોધપરના પરમ પૂજ્ય ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર – બગથળાના પરમ પૂજ્ય મહંત દામજી ભગતની પ્રેરક ઉપસ્થિતી રહી હાજર શ્રોતાને આશીર્વચન આપશે. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ આચાર્ય કે શિક્ષક રહી ચુક્યા હોય અને ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓએ કાર્યક્રમમાં પોતાનું રજીસ્ટ્રેશન મોબાઈલ નં. 9898643235 અને 9879035089 પર ચોક્કસ કરાવી લેવા જણાવાયુ છે. તેમજ ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષકો જો હૈયાત ન હોય તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સન્માન માટે હાજર રહે તેમ પણ જણાવવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!