અત્યારના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ હોય કે પછી લગ્નની એનિવર્સરી, હોટલ અથવા તો મોટા પાર્ટી પ્લોટમાં જઈને તેની ઉજવણી કરતા હોય છે. પરંતુ મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાય રીતે કરવામાં આવી હતી.
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય કરનભાઈ પટેલના પુત્ર વ્યોમનો આજે જન્મદિવસ હતો. ત્યારે વ્યોમ પટેલના જન્મદિવસ નિમિતે આજે મોરબીના લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત બહેનો જોડાયા હતા. તેમજ વ્યોમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.