હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચુનીલાલ પટેલની વાડીએ રહેતા મૂળ રહે. છોટાઉદેપુર જીલ્લાના ખૂનવાડના વતની ગોપાલભાઇ છગનભાઇ તડવી ઉવ-૪૦ને તેની પત્નીએ ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતા જે અંગે દિલીપભાઈને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ગઇ તા-૦૨/૦૪ ના રાતના નવેક વાગ્યાની આસપાસ રાતાભેર ગામની સીમમા આવેલ રમેશભાઇ ઇશ્વરભાઇ પટેલની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી, તે દરમિયાન ગોપાલભાઈને ઝેરી દવાની અસર થતા તેઓને મોરબી સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ચાલુ સારવાર દરમિયાન ગઈ તા.૦૭/૦૪માં રોજ ગોપાલભાઈનું મૃત્યુ નિપજતા, ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસમાં જાણ કરતા, હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.