મોરબીમાં મનપા નું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે.મોરબીમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરાયા છે.
મોરબીમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જાહેર રસ્તા પર કરાયેલ ઓટલા મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મોરબી મનપા દ્વારા આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત શહેરના એક એક રોડ પર દબાણો દૂર કરવામાં આવે છે.