Saturday, April 19, 2025
HomeGujaratનવયુગ લો કોલેજ કાયદાના વિધાર્થીઓએ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબની લીધી મુલાકાત

નવયુગ લો કોલેજ કાયદાના વિધાર્થીઓએ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબની લીધી મુલાકાત

મોરબી નવયુગ લો કોલેજ કાયદાના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમિયાન કોલેજના વિધાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટ પરિસર, ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની મુલાકાત પણ વિધાર્થીઓએ લીધી હતી. તેમજ લેબ વિશે માહિતી મેળવી નોલેજમાં વધારો કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ ફોરેન્સિલ સાયન્સ લેબ કાયદાના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે ઉપયોગી છે. આ હેતુ સિધ્ધ કરવા માટે સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ લો કોલેજ- મોરબીના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી ગુજરાત હાઇકોર્ટ પરિસર, ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની મુલાકાત પણ વિધાર્થીઓએ લીધી હતી. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) માં Document division, Ballistic Division, Forensic Psychology, Chemistry & Narcotics, Blood Alcohol Division, DNA Division, Computer Forensic, Physic Division, Fingerprint Division વગેરે વિભાગની મુલાકાત લઈને વિદ્યાથીઓ માહિતગાર થાય હતા. તે દરમિયાન વિભાગના તજજ્ઞ દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી જે વિદ્યાર્થીઓએ રસપૂર્વક ગ્રહણ કરી હતી. આ શૈક્ષણિક મુલાકાતમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસવાડીયા તેમજ સ્ટાફ મિત્રો જોડાયા હતા…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!