મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરીયા ઉવ.૩૬ ગઈકાલ તા.૧૬/૦૪ના રોજ ઘુટું ગામની સીમ વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલ પાણીની ખાડમાં ન્હાવા માટે ગયા હતા, ત્યારે ખાડના પાણીમાં પડી જતા ડુબી જવાથી રમણિકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી, ત્યારે મૃતકના કુટુંબી કિશોરભાઈ વલ્લભભાઈ વીરપરીયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તાલુકા પોલીસ મથકમાં અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.