મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે રોડ સાઈડમાં બંધ પડેલ આઇસરના ઠાઠામાં જોરદાર ટક્કર મારી હતી, જે અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટીયાથી આગળ રોડ સાઈડમાં બંધ પડેલ આઇસર રજી.નં. જીજે-૧૪-ઝેડ-૩૦૧૮ વાળાની પાછળના ભાગે નવા સદુળકા ગામના મુકેશભાઈ રવજીભાઈ ઝંઝવાડીયાએ પોતાના હવાલા વાળું ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૮૦૮૪ વાળું પુરઝડપે અને બેદરકારીથી ચલાવી આવી બંધ પડેલ આઇસરની પાછળ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જતા, ડમ્પર ચાલકને માથામાં અને શરીરે ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નિલજ્યું હતું, હાલ તાલુકા પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે, મૃતક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.