મળતી માહિતી મુજબ, કાલાવાડી ઢોયડી રાજાવડલા વાંકાનેરમાં રહેતા પરબતભાઇ નારણભાઇ ગમારા ઉવ.૪૨ ગયી તા.૧૦/૦૪ના રોજ રાત્રીના સમયે પોતાના કબ્જા વાળુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી નંબર જીજે-૩૬-એકે-૪૬૧૮ સને-૨૦૨૩ના મોડલનુ જેની કિ.રૂ.૮૭,૦૦૦/- વાળુ રાજકોટ રોડ ન્યારા પેટ્રોલ પંપની સામે રેલ્વે ઓવરબ્રીજ પાસે પાર્ક કર્યું હતું, જે મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરી લઇ ગયો હતો, ત્યારે મોટર સાયકલ ચોરી અંગે પરબતભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.