માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયા(મી) થી કન્ટેનર તરફ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની કોથળી લઈને આવતા એક ઇસમને રોકી, તેની તલાસી લેતા, પલાડતીકની કોથળીમાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૧,૩૭૨ સાથે આરોપી જાકિરહુશેન અકબરભાઈ માલાણી ઉવ.૧૯ રહે.માળીયા(મી) માલાણી શેરી વાળાને રંગેહાથ ઝડપી લેવાયો છે, આ સાથે પોલીસે વિદેશી દારૂ તથા મોબાઇલ સહિત કુલ ૪,૩૭૨/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પકડાયેલ આરોપીએ વિદેશી દારૂ અન્ય આરોપી આમીનભાઈ કાજેડીયા રહે. ચરાડવા તા.હળવદવાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, માળીયા(મી) પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.